Popular posts from this blog
PM મોદીના ભાભીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
PM મોદીના ભાભીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીના પત્નીનું આજે નિધન થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાભી ભગવતીબેન મોદીનું આજે હાર્ટ એટેક આવતા નિધન થયું છે. 55 વર્ષીય ભગવતીબેનને હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રિપોર્ટ મુજબ ભગવતીબેનના અંતિમ સંસ્કાર આજે સાંજે 5 કલાકે કરવામાં આવશે PM નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીએ આ અંગે જણાવ્યું હતું કે, તેમના પત્ની બીમાર નહોતા, પરંતુ આજે સવારે અચાનક તેમને છાતીમાં દુખાવો થયો હતો, ત્યાર બાદ તેમને તુરંત હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Comments
Post a Comment