બ્રિટીશ નાગરિકતા મામલે રાહુલ ગાંધીને નોટીસ ફટકારતું ગૃહ મંત્રાલય

બ્રિટીશ નાગરિકતા મામલે રાહુલ ગાંધીને નોટીસ ફટકારતું ગૃહ મંત્રાલય

રાજ્યસભાના સંસદ સભ્ય સુબ્રમણ્યમ સ્વામીની અરજી પર કાર્યવાહી કરતા કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગઈકાલે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને પોતે બ્રિટીશ નાગરિક છે કે કેમ તેની સ્પષ્ટતા કરવા જણાવ્યું છે. સુબ્રમણ્યમ સ્વામીએ ગૃહ મંત્રાલયને કરેલી ફરિયાદ અનુસાર રાહુલ ગાંધી એક બ્રિટીશ નાગરિક છે.
ગૃહ મંત્રાલયના ડાયરેક્ટર સિટીઝનશીપ દ્વારા રાહુલ ગાંધીને ઉદ્દેશીને લખવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે યુકેમાં રજીસ્ટર થયેલી કંપની બેકઓપ્સ લિમિટેડના ડાયરેક્ટરોમાં રાહુલ ગાંધીનું નામ છે. આ દસ્તાવેજમાં રાહુલ ગાંધીનું સરનામું, 51 સાઉથ ગેટ સ્ટ્રીટ, વિન્ચેસ્ટર, હેમ્પશાયર S023 9EH જણાવવામાં આવ્યું છે.
આ ઉપરાંત 2005 અને 2006ના રિટર્નમાં તમારી જન્મ તારીખ 19/06/1970 લખવા સાથે તમને બ્રિટીશ નાગરિક કહેવાયા છે. આ પત્રમાં સુબ્રમણ્યમ સ્વામીએ આપેલા પૂરાવાઓની નકલ પણ મોકલવામાં આવી છે. રાહુલ ગાંધીને ઉપરોક્ત પત્ર મળ્યાના પંદર દિવસમાં પોતે કયા દેશના નાગરિક છે તેનો ખુલાસો કરવાનો રહેશે.
હાલમાં અમેઠીમાંથી ઉમેદવારી પત્ર ભરનાર રાહુલ ગાંધી પર એક અપક્ષ ઉમેદવારે પણ તેઓ  ભારતીય  નાગરિક ન હોવાનો આરોપ મૂક્યો હતો. પરંતુ હવે દેશના ગૃહ મંત્રાલયે જ રાહુલને યોગ્ય ખુલાસો કરવાનું કહ્યું છે.


 

Comments

Popular posts from this blog

PM મોદીના ભાભીનું નિધન, હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે સૌને શુભકામનાઓ. ગુજરાત શાંતિ, શક્તિ અને સમૃધ્ધિનું પ્રતિક છે. જય જય ગરવી ગુજરાત.....